ક્યારે અને કેમ ?????

gettyimages-969795302-2048x2048

        નક્કી કરેલું કે આ બાબત પર હવે બ્લોગ પર નહિ લખું, બાકી આ બેન બહુ નકારાત્મક જ લખે છે એવું લાગશે, પરંતુ બહુ બધું વિચાર્યા પછી પણ ત્યાં જ આવી ને અટકી…Depression…

        હાં, આજકાલ ચારેય બાજુ જે ચર્ચાય છે અને જેના પર બધા પોતાના મંતવ્યો આપતા રહે છે એ જ Depression. રાતોરાત Mental Health ની ચર્ચા થવા લાગી છે. Depression ના લક્ષણો અને ઉપાયો બધા એક બીજા ને આપ્યા કરે છે, પરંતુ કોઈ ને Depression ક્યારે થાય છે શું કામ થાય છે એના પર ચર્ચા નથી કરવી. Social media માં આટલું viral થાય છે પણ કોઈ એ પોતે આ અનુભવ્યું છે અથવા હું આ રોગ માંથી આવી રીતે બહાર આવ્યો કે આવી એ નથી કહ્યું. હજુ પણ Depression છે અથવા હતું એ કોઈ માટે publicly સ્વીકારવું સરળ નથી જ થયું. Depression કોઈ એવો રોગ તો નથી કે સવારે ઉઠ્યા અને ખબર પડી કે હાય, રે મને તો Depression આવી ગયું. ધીમે ધીમે મન ને અને પછી શરીર ને કોરી ખાય એવો રોગ જેમાં દરેક રોગી નો અનુભવ અલગ છે.

          આજકાલ સૌથી વધુ જરૂરી શું છે? Positive રહેવું અને એ એટલું જ અઘરું છે. આપણે એક બીજા ને અને બધા ને સલાહ આપતા હોઈએ છીએ, Negative માણસ અને situation થી દુર રહો તો શું આપણી આસપાસ નું કોઈ વ્યક્તિ દરરોજ આવી ને કહેશે કે યાર મને આજકાલ મજા નહિ આવતી, કઈ કરવું નહિ ગમતું, ક્યાય જવું નહિ ગમતું, તો આપણા પેલા reaction શું હોય છે? ના યાર, એવું કઈ જ ના હોઈ તારો વહેમ છે આ તો કામ કરવાની આળસ છે, દુનિયા માં જેમ થતું હોઈ એમ કરવાનું હોઈ લાંબુ ના વિચાર કાં પછી તું બહુ વિચારે છે overthink કરે છે કામ કરવા લાગ કૈક એટલે ધ્યાન દોરવાય જશે. બસ પૂરું ? ના હજુ પણ જો એ માણસ તમને બીજી વાર આવું કેવા આવશે હિંમત કરીને તો શું કેશુ ? આજે મારી સામે બોલ્યું કોઈ બીજા સામે આવું ના કેતો/કેતી બાકી બધા આડા અવળી વાતો કરશે. એમાં પણ જો તમે young age ના હોઈ અને દુનિયા ના નિયમો મુજબ ના ચાલતા હોવ એટલે દુનિયા માટે વિલન પેલે થી જ થઇ ચુક્યા છો એવા માં આવું કઈ બોલવું કે કહેવું એ મોટો ગુના કર્યા બરાબર બની જાય છે.

          આ તો વાત થય આપણા વ્યવહાર ની, પણ તમે ક્યારેય વિચાર્યું કે જે બહુ હોશિયાર, સમજુ, આશાવાદી, introvert, ambitious  લોકો આ રોગ નો ભોગ બની ને પોતાનો જીવ ગુમાવી બેસે છે એમને શું જીવન નું મુલ્ય નહિ ખબર હોઈ? એમને શું પોતાના પૂરતા પ્રયાશો નહિ કર્યા હોય બહાર નિકળવાના?કર્યા જ હશે, ૧૦૫% કર્યા હશે કેમ કે જયારે પણ માણસ ને પોતે દુનિયા થી અલગ અને જુદો છે એવી ખબર પડે ત્યારે પેલા તો બધા જેવો થઇ જાવ અને જેવું કરે છે એવું કરું એવા પૂરતા પ્રયત્નો કરે છે. પણ જયારે એ થઇ નથી શકતું ત્યારે depression સાથે સાથે પોતાની જાત સાથે ની એક એવી લડાય માં ફસાતો જાય છે જેમાં થી બહાર નીકળવું એકલા માટે બહુ અઘરું થઇ જાય છે.

          સવારે ઉઠી ને જયારે તમને સારું feel નો થાય. ઉઠ્યા ના ઉઠ્યા બધું બરાબર લાગે તો તમને એમ જ થવાનું કે મારી સાથે શું થઇ રહ્યું છે? કેમ આવું થઇ રહ્યું છે? બાકી બધા તો મોજ માં છે હું કેમ આમ ફરું છું કેમ કોઈ કામ માં ધ્યાન આપી નહિ શકતો?… અને જો આવા વિચારો ના આવે તો એ કામ social media પૂરું કરી દે છે, વધુ મરચું મીઠું નાખી ને પૂરું કરે છે. પોતાની જાત ને ના ઇચ્છવા છતાં બધા સાથે સરખાવી ને નાનપ અનુભવે છે. બધા તો બહુ productive work કરે છે, હું કેમ કઈ કરી નહિ શકતો? હું બધા થી પાછળ રહી જઈશ તો? પછી ચાલુ થાય છે માણસ ની મથામણ પોતાની સાથે. દરરોજ motivational videos જોવા, bucket list બનાવવું, motivational quotes, books વાંચી ને પોતાને યાદ કરાવતું રહેવું કે ના જીવનમાં હજુ બહુ બધું સારું પણ છે બસ મારા જ વિચારો માં કૈક problems છે. ધીમે ધીમે પોતાને abnormal સમજવા લાગે છે. પોતાની જાત ને જ પ્રેમ કરવાનું ભૂલી જાય છે. ક્યારેક લાગે કે પોતે બધું સમજે છે તો પણ કેમ કઈ કરી નહિ શકતો? આમ ને આમ મુંજાય ને અમુક માણસો ઝીંદગી સામે હારી જાય છે.

           આ બ્લોગ લખી જ રહી છું ને Dil bechara નું trailer જોયું. આંખો છલકાઈ ગઈ.સાચ્ચું છે કે દુનિયા માં જીવવા માટે strong હોવું જરૂરી છે physically and mentally both પરંતુ ના હોય તો શું દુનિયા accept ના કરી શકે? હિંમત ના આપી શકે? Depression થવાની શરૂઆત પછી આસપાસ ના માણસો ના વ્યવહાર અને એમની વાતો પરના reaction જ એ રોગ ને મોટો થતા અટકાવી શકે છે. આ રોગ સાથે લડવું અઘરું છે પરંતુ એટલું પણ નહિ જેટલું બધાએ અઘરું ચીતર્યું છે.

           બસ એટલી જ આશા કે આપણે આપણી આસપાસ ના સ્વજનોને અને એના બદલાતા વ્યવહાર ને સમજી ને એને મદદરૂપ થાય શકી, કમસેકમ તરછોડી તો નહિ જ. hope people will find real sadness behind big smile.

અંત માં – જેમ failure પછી નો options કોઈ નહિ વિચારતું એમ જ મોટા સપના જોવો એવું બધા કહેશે પણ એ સપના પુરા કરવાના રસ્તા માં fear of failure, fear or suffering સાથે કેમ લડવું એ કોઈ નહિ જ કહે. જાતે મથવું પડશે અને શીખવું પડશે.

5 thoughts on “ક્યારે અને કેમ ?????

  1. સુશાંત પહેલા પણ કંઇ કેટલાય લોકોએ આત્મહત્યાઓ કરી છે, મન્ટલ હેલ્થ ઇસ્યુ એ એકવીસમી સદીની દોડનો એક ભાગ થઇ ચુક્યો છે. Social Media માં મહામહેનતે ફોટોશુટ કરીને મુકેલા ફોટોગ્રાફ્સને વાસ્તવિકતા સમજીને પોતાના જીવન સાથે સરખામણી કરવી એ અયોગ્ય છે. આ વાત વહેલીતકે સમજવી જરૂરી છે.

    સુશાંતના ગયા પછી ડિપ્રેશન એ હાઇલાઈટ થયું છે, I wish we keep on fighting against all the odds and like you said learn hove to cope with this.

    Liked by 1 person

Leave a comment