સ્ત્રી અને એની સ્વતંત્રતા

img_3300-small

હમણા જ Instagram અને Twitter (યુવા પેઢી ની બહુ માનિતી Social Networking Services)પર અમિતાભ બચ્ચને તેમની પૌત્રી અને દોહિત્રી માટે લખેલો પત્ર વાંચ્યો. ( એમને તો બહુ ટૂંકમાં બહુ મોટા મુદા પર સચોટ રીતે કહી દીધું છે) પરંતુ આખા પત્ર માંથી એક મુદો સુજ્યો લખવા માટે. દરેક સ્ત્રી એ કઈ રીતે સ્વતંત્ર(સ્વાવલંબી) થવું અને શા માટે?

દરેક સ્ત્રી ને મનમાં ક્યારેક ને ક્યારેક એવો પ્રશ્ન આવેલો જ હશે કે શું હું ખરેખર સ્વતંત્ર છુ? શું હું ઈચ્છું એ કરી શકું ખરા? શું આજે પણ કોઈ સ્ત્રી પોતાને જીવવું હોઈ એ રીતે જીવી શકે ખરા? ખૂબ મનોમંથન માંગી લે અને ઊંડા વિચારો માં ધકેલી દે એવા આ પ્રશ્ન નો કોઈ સચોટ જવાબ શોધી શક્યું નથી. તો મારા મતે અમુક મુદા, જે બહુ જરૂરી છે સ્વતંત્ર(સ્વાવલંબી) બનવા માટે કોઈ પણ સ્ત્રી ને…..

 1. નાણાંકીય રીતે સ્વતંત્ર હોવું ( Be financially Independent)

Having a job, earning money really really help. તે તમારા વ્યક્તિત્વ માં બહુ ફેરફાર લાવી શકે છે. એવું નહિ કે માતા પિતા થી અલગ ઘર લઇ ને રહો પરંતુ એમની સાથે રહી ને પણ સ્વતંત્ર બની જ શકાય. (મારા મતે તો તમારા ભણતર, નોકરી અથવા કારકિર્દી માટે બની શકે એટલું વહેલું તમારું ઘર કે ગામ છોડી દેવું જોઈ – Comfort zone is a beautiful place, but nothing ever grows there). એ લાગણી જ અલગ છે જયારે તમારે કોઈ વસ્તુ લેવા કરવા માટે કોઈ ની પરવાનગી લેવી ના પડે. તમને ખબર છે એની કીમત પણ, અને તમે તેને ક્યાં ખર્ચ કરો છો એ પણ, વધુ માં ઓછુ તમને બજેટ મેનેજ કરતા તો અવડી જ જાય…!

નાણાંકીય રીતે બીજી મહત્વની વાત એ કે તમારું પોતાનું બેંક ખાતું હોવું બહુ જરૂરી છે. મેં જોયું છે મોટા ભાગની સ્ત્રીઓને પોતાનું જોઈન્ટ ખાતું હોઈ છે, પતિ, પિતા કે પછી ભાઈ સાથે. પરંતુ મારી દ્રષ્ટિ એ દરેક સ્ત્રીનું પોતાનું એકલાનું બેંક ખાતું હોવું જરૂરી છે જેનો સંપૂર્ણ કંટ્રોલ એમના હાથ માં જ હોય. તમને તમારા ખાતાને સંબંધિત દરેક માહિતી હોવી જોઈએ અને એને મેનેજ કરવા માટેની મૂળભૂત વિગતો પણ. જેમકે ચેક કેમ લખવો, કેમ જમા કરવો વગેરે.

( મારી મિત્ર ના બ્લોગ પર વાંચેલુ બહુ સરસ વાક્ય દરેક સ્વતંત્રતાની શરૂઆત નાણાંકીય સ્વતંત્રતા છે  Beggars can’t be choosers)

 1. નિર્ણય લેનાર વ્યક્તિ ( Be a Decision Maker )

મેં જોયેલું છે આજે પણ ઘણી સ્ત્રીઓ પોતાના નિર્ણય જાતે લઇ શકતી નથી. સાવ નાના નિર્ણયો જેમ કે શું પહેરવું, કઈ વસ્તુ ક્યાંથી લેવી વગેરે. તમારે કેવું લાગવું જોઈ અને કઈ રીતે સાજ શણગાર કરવા એ માટે કોઈના નિર્ણય ની જરૂર નથી. હા તમે બીજા ની મદદ લઈ શકો અથવા સલાહ લઇ શકો પરંતુ કોઈએ કહેલું જ માની ને ચાલવું એ મૂર્ખામીભર્યા જેવું છે. તમે કોઈના મંતવ્ય પરથી તમારું વ્યક્તિત્વ બહાર ના જ લાવી શકો.

હું એમ નથી કહેતી કે તમે એવું વર્તન કરો કે જાણે તમને જ બધી ખબર છે અને તમે તમારા બધા નિર્ણયો જાતે જ લેશો, પરંતુ બધી વાતમાં તમારો મંતવ્ય આપવો જોઈએ અને પોતાના નાના મોટા નિર્ણયોમાં પોતાના વિચારો નો સમાવેશ હોવો જ જોઇએ.

આજકાલ લગ્નસંબંધમાં આ વસ્તુ બહુ જોવા મળે છે. અમુક યુવક/યુવતીઓ માતા પિતા અને સમાજના નીતિ નિયમો સામે હારીને ઉતાવળા નિર્ણયો લઇ બેસે છે અને પછી સબંધો નો અંત આવે છે, ( ત્યારે પણ સમાજ એમ જ કહેશે કે આજકાલની યુવાપેઢીની સહનશક્તિ બહુ ઓછી થઇ ગઈ છે અથવા સ્ત્રીઓ માટે તો બહુ ચર્ચિત વાક્ય આજકાલની છોકરીઓને કામ કરવું જ નથી ગમતું એટલે આવું થાય છે.) પરંતુ વડીલવર્ગે પણ સમજવું જોઈએ કે જ્યાં સાથે રહેતા બે માણસોની વિચારસરણી અલગ હશે ત્યાં આ પ્રશ્ન આવવાનો જ છે. (Don’t give a shit. Just have an opinion and own it – Priyanka Chopra)

 1. ઉમર સાથે મોટા થવું ( Grow up! )

આપણે ત્યાં બાળકોને આમ જોઈએ તો યુવાનોને ૨૦ વર્ષના થઇ ત્યાં સુધી પંપાળવામાં આવે છે નાના બાળક ની જેમ. તમારે બસ ભણવાનું કામ કરવાનું છે બાકી બધું અમે સાંભળી લેશું. એમને જીવન ની અમુક વાસ્તવિકતાથી દૂર રાખવામાં આવે છે એટલે જયારે તેઓ સમાજ ની કડવી વસ્તાવિતામાં પગ મૂકે છે ત્યારે તેમના માટે અને માતા પિતા માટે પણ અઘરું પડે છે. હકીકત માં એમને નાનપણથી જ તમે મોટા થઇ ને શું કરવા માગો છો? તમે શું ગમે છે? એવા પ્રશ્ન પર વિચારતા અને તમારે જાતે જ તમારા રસ્તા શોધવાના છે એ શીખવવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ હળવી થઇ જાય. (સ્ત્રીઓ માટે તો તમારે મોટા થઇ ને ઘર જ સાંભળવાનું છે એ જ તમારી પ્રાથમિકતા હોવી જોઈ એ માન્યતા હવે બદલાવાની જરૂર છે.)

 1. એકલા મુસાફરી કરવી ( Travel Alone )

ફરવું અને જાણવું એ બહુ અગત્યનું છે એટલે તો કહે છે કે ફરે એ ચરે, પરંતુ એકલા ફરવું એ પણ મહત્વનું છે. એમ નહિ કે એકલા જ નીકળી પડો, પરતું પોતાની રીતે પ્લાન કરી ને ફરવું, જાતે જ બધી જવાબદારી લઇ ને ફરવું અને ક્યારેક એકલા પણ નીકળી પડવું.

આ બધી વસ્તુથી તમે પોતે જ વધુ સ્વાવલંબી બની શકો. બધી વસ્તુનું મેનેજમેન્ટ કરવું જેમકે પાસપોર્ટ, રોકડા, અલગ અલગ પ્રદેશ અને ત્યાંના માણસોનો અનુભવ. આખી ટ્રીપ જાતે મેનેજ કરવી. હા શરુમાં થોડો ડર લાગે, પરંતુ પછી ફાવી જાય અને બહુ બધું શીખવાનું મળે.

 1. પોતાની જવાબદારી લેવી ( Take your own responsibilities )

પોતાની જવાબદારી લેવી એ દરેક માણસ માટે મહત્વનું અને જરૂરી છે. સાથે સાથે ઘરની પણ અમુક જવાબદારી સ્ત્રીઓ એ લેવી જોઈએ, જેમકે ટેલિફોન બિલ હોઈ કે બીજા નાના મોટા કામ ઘરના પુરુષ સભ્ય જ કરે એવું જરૂરી નથી. તમને તમારા લીધેલા નિર્ણયો પર પણ વિશ્વાસ હોવો જોઈ. કોઈના કહેવાથી અથવા મંતવ્ય થી ડગી ના જવા જોઈએ.

સ્ત્રીઓ એ હમેશા યાદ રાખવું જોઈએ કે તમને તમારા દેખાવ, તમારા શરીર માટે કોઈની મંજૂરી, પ્રમાણપત્રની જરૂર નથી. પોતાની જાતને પ્રેમ કરો અને જેવા છો તેવા સ્વીકારો. એક વસ્તુ હમેશા યાદ રાખો કે બીજા શું વિચારે છે અને બીજાને આ કેવું લાગશે એ વિચારવામાં તમે તમારી જાત પર નો વિશ્વાસ ગુમાવો છો અને એમાં તમારું જ નુકશાન છે. મોટાભાગની સ્ત્રીઓ પોતાના પર વિશ્વાસ ન રાખી શકવાને લીધે જ જરૂરી માન સન્માન મેળવી શકતી નથી.યાદ રાખો કે તમે દુનિયા માં ક્યારેય બધા ને ખુશ નથી રાખી શકવાના. (always remember be confident about what you are and what you have)

 1. પોતાની ઓળખાણ ના ગુમાવવી ( Don’t loose your identity )

એક સ્ત્રી તરીકે આપણે બહુ બધી ભૂમિકા નિભાવીએ છીએ. જેમકે એક પુત્રી, એક માતા, એક પ્રેમિકા, એક પત્ની. આ બધામાં આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ.આ બધામાં તમે તમારા શોખ, તામારા ધ્યેય, ઈચ્છાઓ ભૂલી જાઓ છો. અને આખી જિંદગી બસ એક આદર્શ ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરતા રહો છો.

ક્યારેય પણ પોતાની જાતને ના ભૂલો, ભલે ગમે તેટલી જવાબદારીઓ આવી જાય. દરેક દિવસના અંતે યાદ રાખવું જોઈએ કે તમે હકીકતમાં કોણ છો…!.

( અંતમાં , ખોજમાં રહેવું, મોજમાં રહેવું અને બની શકે તો રોજમાં રહેવું. – એક બ્લોગ (niraysays) માં વાંચેલુ અને બહુ ગમી ગયેલું વાક્ય.)

Advertisements

4 thoughts on “સ્ત્રી અને એની સ્વતંત્રતા

 1. મને હંમેશા એ વાતનું દુઃખદ આશ્ચર્ય રહ્યું છે કે વ્યક્તિ એટલે હંમેશા ‘ પુરુષ ‘ . . સ્ત્રી તો જાણે કે વ્યક્તિ ઉર્ફે માનવ જ નથી !

  ક્યારેક એવા ક્રેઝી વિચારો આવે કે એલિયન પેલી ‘ the day earth stood still ‘ મૂવીની જેમ અચાનક આવી ચડે અને કહે કે તમે માનવોએ પૃથ્વીનું ધનોતપનોત કાઢી નાખ્યું છે માટે હવે તમારો અંત થશે . . પણ માનો કે ત્યાં જ સ્ત્રીઓનો એક સમુદાય આવીને કહે કે એ બધું તો આ પુરૂષોનું કરેલ છે હવે અમ સ્ત્રીઓને એક તક આપી જુઓ !!

  સ્ત્રીઓ પાસે હંમેશા જવાબદારીનો ગુણ તો પહેલેથી જ હતો , જો તેમાં શિક્ષણ + આર્થિક સ્વાતંત્રય + મક્કમતા ભળે તો કોઈ નવા જ સમાજનું સર્જન થઇ શકે કે જયાં માંગીને નહિ પણ હકથી મળે . . વિકલ્પ અને સંકલ્પની એ જિંદગી કૈક અનોખી જ હશે .

  Liked by 1 person

  1. સાવ સાચી વાત પરંતુ અમે જયારે અમારા માટે સમાનતા અને અમારા હક ની માંગણી કરી છી ત્યારે અને gender equality and feminism ની વાતો કરનાર ને આવું ના શોભે અને માગવાથી કઈ ના મળે એમ કહી ને ચુપ કરી દેવામાં આવે છે. પરંતુ ફક્ત એક દિવસ માટે પેલી yrf series “Man’s World” ની જેમ Gender exchange થવી જોઈ તો બધા પુરુષો અને સ્ત્રીઓ એક બીજા ની actual reality સમજી શકે.. 😀

   Like

 2. One proverb in Gujrati language…..

  PITA NA GHER PARKI,
  PARKE GHER JVANI,
  PATI NA GHER PARKI,
  PARKE GHER THI AAVI 6E……….!

  Their is no identity of women in the patriarchal society…women were suffering since a long time nd nw till this age…they are tightly bondage wid the rules nd regulations of society. They hv to suppressed their own feeling, emotion, imagination etc..only bcoz of patriarchy society.
  But now we hv to change ourselves. 21st century takes new wings for the women. Devlopment of education enlightening the society. Nw people hv to change their mentality abt women.
  That’s why we can say that…..

  GEETA SEETA BAHUT BAN CHUKE AGHIKARO KO NIBHANE ME,
  AB BNNA HE DURGA KALI ADHIKARO KO PANE ME………..!!!!

  Really one great man says that,

  THE HAND ROCK’S THE CRADLE,
  THE HAND RULES THE WORLD.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s